ચીખલી: ચીખલી તાલુકાની હરણગામ પ્રાથમિક શાળામાં બાળ સાંસદની ચૂંટણી યોજાઈ.
શૈક્ષણિક વર્ષ 2024 25 અંતર્ગત ચીખલી તાલુકાની હરણગામ પ્રાથમિક શાળામાં તા 06.07.2024ના શનિવારના રોજ બાળ સંસદનું નિર્માણ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રવૃત્તિને મુખ્ય હેતુ બાળકોમાં નેતાગીરીનો ગુણ વિકસે તે છે અને પોતાની શાળા વિશે સજાગ બને તેમ જ શાળામાં શિક્ષકોને મદદરૂપ બને તે માટેનો હોય છે ,સાથે સાથે બાળકો સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત રાજનીતિ શાસ્ત્રથી વાકેફ થાય તેમજ ચૂંટણી પ્રક્રિયા વિશે જ્ઞાન મેળવે તે હેતુસર શાળામાં બાળ સંસદનું નિર્માણ કરવામાં આવે છે.આ માટે શાળામાં પ્રથમ તો હેતલબહેન દ્વારા બાળકોને બાળ સંસદ અને ચૂંટણીનું જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું અને જાહેર ચૂંટણી પ્રક્રિયાની રૂપરેખા તૈયાર કરવામાં આવી તે મુજબ જાહેરનામું ઉમેદવારનું ફોર્મ ભરવાની પાછું ખેંચવાની તારીખ તેમજ ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી.બાળ સંસદની ચૂંટણીમાં ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.સ્કૂલ 10 વિદ્યાર્થીઓ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. દરેક ઉમેદવારને પ્રાર્થના સભામાં ચૂંટણી પ્રચાર કર્યો વર્ગમાં જઈને પણ ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર કર્યો હતો. ચૂંટણીના દિવસે જરૂરી સ્ટાફ જેમ કે પ્રિસાઇડિંગ ઓફિસર, કોલિંગ ઓફિસર,સુરક્ષા કર્મચારી વગેરેની નિમણૂક પણ કરવામાં આવી તે માટે જરૂરી વર્ગ વ્યવસ્થા પણ કરવામાં આવી અને એક આદર્શ બુથ તૈયાર કરવામાં આવ્યું હતું. બાળ સંસદની ચૂંટણી મોબાઈલ ફોન દ્વારા કરવામાં આવી હતી.શાળાના આચાર્યશ્રી હિતેશભાઈ ના માર્ગદર્શન હેઠળ શિક્ષક શ્રી કાશ્મીરાબેન અને હેતલબહેન દ્વારા મોબાઈલ ફોન દ્વારા વોટિંગ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી શાળામાં ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓ શિક્ષકો,મધ્યાહન ભોજનના કર્મચારીએ પણ મત આપ્યા હતો. સમગ્ર પ્રક્રિયામાં બાળકો તેમજ શિક્ષકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો .મતદાનની પ્રક્રિયા પૂર્ણ થતા બાળકો તેના પરિણામ માટે આતુરતાપૂર્વક રાહ જોતા હતા પરંતુ સમય મર્યાદાના કારણે ચૂંટણીનું પરિણામ પ્રાર્થના સભામાં સૌ બાળકો અને શિક્ષકોની સમક્ષ તા 8.07.20224 ના સોમવારના જાહેર કરવામાં આવશે.પરિણામ બાદ સૌથી વધારે મત મેળવનાર મહામંત્રી અને ઉપમહામંત્રીની વિજેતા જાહેર કરી મંત્રીમંડળ પણ બનાવવામાં આવશે અને અલગ અલગ સમિતિઓની રચના કરી કામ સોંપવામાં આવશે. બાળકોમાં બાળ સંસદનો ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો.
0 Comments