Editors Choice

3/recent/post-list

ડાંગ જિલ્લામાં 'સ્ટોપ ડાયેરીયા' કેમ્પેઇન અંતર્ગત જિલ્લા કક્ષાનો વર્કશોપ યોજાયો :

 ડાંગ જિલ્લામાં 'સ્ટોપ ડાયેરીયા' કેમ્પેઇન અંતર્ગત જિલ્લા કક્ષાનો વર્કશોપ યોજાયો :


(ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૭: બાળકોનાં મૃત્યુના પ્રમાણમાં નોંધપાત્ર ધટાડો કરવાની સાથે, ઝાડાના કારણે થતાં મૃત્યુને શુન્ય તરફ લઇ જવાના ગોલ સાથે, ગત તારીખ ૩ જુલાઇના રોજ, ડાંગ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજ સુથારના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો. 

આવનાર દિવસો દરમિયાન ડાંગ જિલ્લાના પ્રત્યેક ગામમાં ઘરે ઘરે જઇને, પાંચ વર્ષ સુધીના તમામ બાળકોને આશા બહેનો દ્વારા ઓઆરએસ પેકેટનું વિતરણ કરવા, તથા ઝાડાની માંદગીવાળા બાળકોને ઓઆરએસ અને ઝીંકની ગોળીનું વિતરણ કરી, સતત ૧૪ દિવસ સુધી સારવાર કરવા માટે એકશન પ્લાન ઘડી કાઢવા માટે આ વર્કશોપમાં પાવર પોઇન્ટ પ્રેઝેન્ટેશનના માધ્યમથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 

આ વર્કશોપમાં આરોગ્ય વિભાગના અધિકારી/કર્મચારીઓ તેમજ આઇસીડીએસ, શિક્ષણ, પાણી પુરવઠા (વાસ્મો) વગેરે વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાતમાં તા.૧લી જુલાઇ થી તારીખ ૩૧મી ઓગસ્ટ સુધી 'સ્ટોપ ડાયેરીયા' કેમ્પેઇન-૨૦૨૪ યોજવામાં આવી રહ્યું છે. જેમાં પાંચ વર્ષ સુધીના તમામ બાળકોને ઝાડાની માંદગીથી બચાવવા ઓઆરએસ ના પેકેટનું વિતરણ કરવામાં આવશે. 


હાલમાં પાંચ વર્ષ સુધીના જે બાળકોના મરણ થાય છે. તે પૈકી ૬ ટકા બાળકોના મૃત્યુ, ઝાડાના કારણે થાય છે. જે ખુબ જ ચિંતાજનક બાબત છે. સરકારશ્રી દ્વારા આ મૃત્યુ દરમાં નોંધપાત્ર ઘડાડો કરવા, તેમજ બાળકોના મૃત્યુને શુન્ય તરફ લઇ જવા માટે 'સ્ટોપ ડાયેરીયા' કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યુ છે. 

-

Post a Comment

0 Comments