Dahod: શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીની રૂપરેખાની સમીક્ષા માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બ્રિફિંગ મિટિંગ યોજાઈ
નબળી આર્થિક સ્થિતિ બાળકોના અભ્યાસ અને સર્વાંગી વિકાસમાં અવરોધ ના બને તેવા પ્રયાસો હાથ ધરાશે
વિકાસનો મૂળ પાયો શિક્ષણ છે તેથી મૂળ પાયો મજબૂત કરવાની જરૂર છે. - મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
દાહોદ : કલેકટર કચેરી દાહોદ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના અભિયાનના આયોજનની સમીક્ષા માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બ્રિફિંગ મિટિંગ યોજવામાં આવી હતી.
રાજ્યમાં નવી શિક્ષણનીતિ હેઠળ કોઈપણ બાળક અભ્યાસથી વંચિત રહી ન જાય તેમજ નબળી આર્થિક સ્થિતિ તેમના અભ્યાસમાં બાધારૂપ ન બને તે હેતુથી શિક્ષણને લગતી વિવિધ યોજનાઓનો પણ અમલ કરવામાં આવશે. વિવિધ સ્કોલરશીપ યોજનાઓના લાભ આપવાની સાથોસાથ ડ્રોપ આઉટ રેસિયો પણ ઘટાડવાના પ્રયત્નો કરવામાં આવશે એમ શિક્ષણ સચિવશ્રી વિનોદ રાવે શાળા પ્રવેશોત્સવની રૂપરેખાની સમીક્ષા કરતાં કહ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, નબળી આર્થિક સ્થિતિ બાળકોના અભ્યાસ અને સર્વાંગી વિકાસમાં અવરોધ ના બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓને આર્થિક સહાય પુરી પાડવામાં આવશે. દીકરીઓ ખુબ ભણી આગળ વધે તેના પર ભાર મુકવામાં આવશે. આપણે વિકાસનો મજબૂત પાયો નાખવા જઈ રહ્યા છીએ ત્યારે વિકાસનો મૂળ પાયો શિક્ષણ છે તેથી મૂળ પાયો મજબૂત કરવાની જરૂર છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત આગળ ક્રમાંકે વધી રહ્યું છે.
દાહોદ જિલ્લામાં શાળા પ્રવેશત્સવ તેમજ કન્યા કેળવણીનું આ અભિયાન સફળતાપૂર્વક થાય તે માટેની તકેદારી રાખવા જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.
આ મિટિંગ દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો રાજદીપસિંહ ઝાલા, સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી આર. એમ. પરમાર ,નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી બી. એમ. પટેલ, નાયબ વન સંરક્ષક શ્રી અમિત નાયક, તમામ પ્રાંત અધિકારીશ્રીઓ ,જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી એસ. એલ. દામા,જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી બારીયા સહિત સંબધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦
*શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીની રૂપરેખાની સમીક્ષા માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં...
Posted by Info Dahod GoG on Monday, June 24, 2024
0 Comments