આહવા (ડાંગ) : ડાંગ જિલ્લાની પીસી એન્ડ પીએનડીટી એક્ટ એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઇ:
(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૨૫: PC & PNDT Act - ૧૯૯૪ અંતર્ગત તારીખ ૨૪/૬/૨૦૨૪ ના રોજ ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટીના અધ્યક્ષ શ્રીમતી સુનિતાબેન બાગુલના અધ્યક્ષ સ્થાને 'ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટી'ની બેઠક યોજવામા આવી હતી.
આ બેઠકમાં જિલ્લામાં આવેલ હોસ્પિટલોના રજીસ્ટ્રેશન, હોસ્પિટલના સ્થળ બદલી તથા તબીબોને સોનોગ્રાફી મશીનના ઉપયોગ કરવા માટે મળેલી અરજીઓની વિગતો મેળવી, આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા સોનોગ્રાફી સેન્ટરોની તપાસણી અંગેની ચર્ચા કરીવામાં આવી.
પીસી એન્ડ પીએનડીટી એક્ટના અમલીકરણ તેમજ જિલ્લાના જાતિ પ્રમાણદર બાબતે સમીક્ષા કરી, જિલ્લામાં નોંધાયેલ તમામ ડોક્ટરોને પીસી એન્ડ પીએનડીટી એક્ટ હેઠળ થયેલ જોગવાઈઓ, નિયમોના ચુસ્તપણે અમલીકરણ કરવા જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરિટી અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિંમાશું ગામીત દ્વારા સૂચનો કરવામાં આવ્યા હતા.
જિલ્લા એડવાઈઝરી કમિટીની આ બેઠકમાં તાલુકા આરોગ્ય અધિકારીશ્રી
ડો.અનુરાધા ગામીત, ડો.નિલકેતુ પટેલ, ઇ.ચા.તાલુકા આરોગ્ય અધિકારી-સુબીર, ડો.દિલિપ ચૌધરી બાળરોગ નિષ્ણાત, સિવીલ હોસ્પિટલ, આહવા, ડો.ધારા પટેલ સ્ત્રીરોગ નિષ્ણાત સિવીલ હોસ્પિટલ, આહવા, ડો.એ.જી.પટેલ IMA, ચેરમેનશ્રી, શ્રી હસમુખભાઇ વણકર P.S., આગાખાન સંસ્થા આહવા, પટેલ ઉમાકાન્ત જી, PC&PNDT Act, પ્રોગ્રામ આસીસ્ટંટ, આરોગ્ય શાખાના સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ડાંગ જિલ્લાની પીસી એન્ડ પીએનડીટી એક્ટ એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઇ: - (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૨૫: PC & PNDT Act...
Posted by Info Dang GoG on Tuesday, June 25, 2024
0 Comments