Editors Choice

3/recent/post-list

ખેરગામ વેણ ફળિયાની વાવ ફાટક નજીક ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન.

ખેરગામ વેણ ફળિયાની વાવ ફાટક નજીક ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન.

આજ રોજ ખેરગામના વેણ ફળિયાની વાવ ફાટક નજીક cricket ટુર્નામેન્ટનું ઉત્સાહપૂર્ણ આયોજન કરવામાં આવ્યું. આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન યુવા આગેવાન સુમિત પટેલ અને નિકુંજ પટેલના હસ્તે કરવામાં આવ્યું. 

આ કાર્યક્રમનું આયોજન મિતેષ પટેલ, હિતેશ પટેલ, રાજેશ પટેલ, સાવંત પટેલ અને નિકુંજ પટેલની સંયુક્ત મહેનત દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વેણ ફળીયા ગૃપના સભ્યોએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ વેણ ફળિયાના યુવાનોમાં એકતા અને ભાઈચારા વધારવો હતો, જેથી સમાજમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાય રહે. રમતોના માધ્યમથી ફળિયાની એકતા મજબૂત કરવામાં આવી અને તમામ ઉમરનાં લોકો માટે આ ટુર્નામેન્ટ આનંદદાયક હતી.

આ પ્રસંગે પ્રિતિભોજનનું પણ આયોજન કરવામાં આવેલ હતું, જેને ઉપસ્થિત  લોકોએ ખાસ પસંદ કરી અને દિવસની મજા માણી. આ પ્રસંગે યુવાનો, બાળકોથી લઈને વૃદ્ધો, મહિલાઓ અને પુરુષો  ક્રિકેટ રમતાં અને ખેલાડીઓનો ઉત્સાહ વધારતાં જોવા મળ્યા.

આ ટુર્નામેન્ટએ ફળિયામાં સંપ અને એકતા જાળવવાનો સરાહનીય પ્રયાસ કર્યો અને સમગ્ર વાતાવરણને ખુશી અને ઊર્જાથી પરિપૂર્ણ કર્યું.


Post a Comment

0 Comments