Editors Choice

3/recent/post-list

ગૌરી, બહેજ કૃતિખડક અને ખેરગામમાં ધારાસભ્ય નરેશ પટેલ દ્વારા શૈક્ષણિક વિકાસનું નવું પાનું

 ગૌરી, બહેજ કૃતિખડક અને ખેરગામમાં ધારાસભ્ય નરેશ પટેલ દ્વારા શૈક્ષણિક વિકાસનું નવું પાનું


ખેરગામ તાલુકાના ગૌરી, બહેજ કૃતિખડક ગામ અને ખેરગામ કન્યા શાળા ખાતે રૂ. ૫.૫૭ કરોડના ખર્ચે પ્રાથમિક શાળાઓના નવા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય નરેશભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી પટેલે આ શાળાઓમાં ઉત્તમ શિક્ષણ અને સુવિધાઓ પ્રદાન થવા માટે શુભેચ્છા પાઠવી અને વિદ્યાર્થીઓને ભવિષ્યમાં શિક્ષણ, રમતગમત અને અન્ય ક્ષેત્રોમાં સફળતાની શુભકામનાઓ આપી.

આ પ્રસંગે ધારાસભ્ય નરેશભાઈ પટેલે શિક્ષણ ક્ષેત્રમાં વધુ સુવિધાઓ અને સંવર્ધન માટે સરકાર દ્વારા ચાલી રહેલા પ્રયાસો પર પ્રકાશ નાખ્યો. તેમણે જણાવ્યું કે આ પ્રકારના વિકાસ કાર્યોના કારણે વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને પ્રાથમિક સુવિધાઓ મેળવવામાં સહાય મળશે, જેનાથી તેઓનું સર્વાંગી વિકાસ શક્ય બનશે.

આ સાથે, સ્થાનિક ગામવાસીઓએ પણ આ નવી શાળાઓના નિર્માણને પ્રોત્સાહન આપ્યું અને જણાવ્યું કે આ પ્રકલ્પો દ્વારા નાના ગામોના બાળકોને શિક્ષણમાં સારો પ્રભાવ થશે. એ સમયે ગામના અગ્રણી, શિક્ષકો, પદાધિકારીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા, જેઓએ આ કાર્ય માટે લોકપ્રતિનિધિનો આભાર વ્યક્ત કર્યો.

આ નવનિર્મિત શાળાઓમાં આધુનિક લાયબ્રેરી, કમ્પ્યુટર લેબ, અને રમતમાં સુવિધાઓ ઉપલબ્ધ થશે, જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અનુકૂળ રહેશે.

આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અરુણકુમાર અગ્રવાલ સાહેબ,ખેરગામ તાલુકા પ્રમુખ શ્રી રાજેશભાઈ, ભૂતપૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી ભીખુભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ચુનીભાઈ, જિલ્લા પંચાયત સભ્ય અને આરોગ્ય સમિતિ અધ્યક્ષ શ્રીમતી સુમિત્રાબેન ગરાસિયા,તા. પં સદસ્ય પૂર્વેશભાઈ ખાંડાવાલા, તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી લીનાબેન અમદાવાદી, મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી જીજ્ઞાબેન, ખેરગામ ડેપ્યુટી સરપંચશ્રી જીગ્નેશભાઈ પટેલ,  ભૌતેશભાઇ કંસારા, તર્પણાબેન , તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર, ખેરગામ બી. આર. સી વિજયભાઈ પટેલ સહિત શિક્ષકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.












Post a Comment

0 Comments