Editors Choice

3/recent/post-list

Vansda: વાંસદા કુમાર શાળાના શિક્ષિકાને નિવૃત્તિ વિદાયમાન અપાયું વિદાય

  Vansda: વાંસદા કુમાર શાળાના શિક્ષિકાને નિવૃત્તિ વિદાયમાન અપાયું વિદાય

 વાંસદા કુમાર શાળાના શિક્ષિકા લલીતાબેન એન. આહીરનો વિદાય સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માજી ટીપીઇઓ હરિસિંહ પરમાર, નિવૃત્ત શિક્ષક ધીરુભાઈ પટેલ, પ્રધ્યુમનસિંહ સોલંકી, પરેશાબેન, શાળાના નિવૃત્ત થયેલ બહેનો, લલિતાબેનના પરિવારજનો, ગ્રામજનો, શાળા સ્ટાફ તથા બાળકો ઉપસ્થિત રહ્યાં હતા. નિવૃત્ત થઈ રહેલા લલિતાબેન શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તથા સ્મૃતિભેટ આપવામાં આવી હતી. સૌએ લલિતાબેનને તંદુરસ્ત, પ્રવૃત્તિમય,આનંદદાયી જીવન જીવી સમાજ કલ્યાણના કામ કરતા રહે એવી શુભકામના વ્યક્ત કરી હતી.

Post a Comment

0 Comments