Editors Choice

3/recent/post-list

Tapi |Vyara|Songadh|Uchchhal |Nizar |Dolvan|Valod: વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવણી-૨૦૨૪

Tapi |Vyara|Songadh|Uchchhal |Nizar |Dolvan|Valod: વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવણી-૨૦૨૪ 


(માહિતી બ્યુરો તાપી) તા.૩૧- તાપી જિલ્લામાં  તા.૦૧ ઓગસ્ટ- ૨૦૨૪ થી ૦૭ઓગસ્ટ – ૨૦૨૪ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવણી કરવામાં આવશે. 

ભારત સરકારશ્રી દર વર્ષે વિશ્વ સ્તનપાન સપ્તાહની ૧ થી ૭ ઓગસ્ટ સુધી ઉજવણી કરવામાં આવે છે. જેમાં સ્તનપાન સંબંધિત વિષયો અંગે જાગૃતિ લાવવા અને પગલાં લેવા માટે ખાસ કરીને જન્મના પ્રથમ કલાકમાં સ્તનપાન., ૬ મહિના સુધી ફક્ત ને ફક્ત સ્તનપાન જ કરાવવું, પાણી પણ ન આપવું જેવી ત્રણ બાબતોની ભલામણ કરવામાં આવેલ છે.  અને બાળકના ૬ મહિના પૂરા થાય કે તરત ઉમર પ્રમાણે ઉપરનો આહાર શરૂ કરવો અને બે વર્ષ કે તેથી વધુ સ્તનપાન ચાલુ રાખવું 

 સ્તનપાનથી થતા ફાયદા

૧.સ્તનપાન દ્વારા બાળકને સંપુર્ણ પોષણ મળે છે જેથી બાળક કુપોષણનો શીકાર બનતા અટકે છે. 

૨.જન્મ પછી શિશુઅને માતાની છાતીએ એવી રીતે વળગાડીને રાખવું જેથી શિશુને સતત માતાનો સ્પર્શ અને હુફ મળે જેના લીધે બાળકને (બાળક ઠંડુ પડવુ) હાઈપોથર્મિયાથી બચાવી શકાય છે.

૩. સ્તનપાન શિશુને ન્યુમોનિયા/ઝાડા જેવા જીવલેણ બીમારીઓથી બચાવે છે. 

૪. સ્તનપાન શિશુના શારીરિક અને બૌધિક વિકાસમાં મદદરૂપ થાય છે. 

૫. સ્તનપાન શિશુને ભવિષ્યમાં સ્થુળતા,લોહીનુ ઉંચુ દબાણ અને ડાયાબિટીસ જેવા અન્ય રોગોનું જોખમ ઘટાડે છે.

૬. સ્તનપાન કરાવતી માતાને સ્તન તેમજ ગર્ભાશયનું કેન્સર થવાના જોખમોમાં ઘટાડો થાય છે.  

તેમજ બાળકના આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારો થઈ શકે જેના કારણે ઘણા બાળકોનું જીવન બચાવી શકાય તે માટે એ એક વૈશ્વિક અભિયાન છે વર્ષ ૨૦૨૪-૨૫માં "CLOSING THE GAP: BREASTFEEDING SUPPORT FOR ALL " થીમ  નક્કી કરવામાં આવી છે.

તાપી જિલ્લાની તમામ આરોગ્ય સંસ્થામાં અભિયાન ૧લી થી શરૂ કરવામાં આવશે તેમજ જાહેર જનતાને વિશ્વ સ્તનપાન સપ્તાહની ૧ થી ૭ ઓગસ્ટ સુધી ઉજવણી અંતર્ગત સ્તનપાનથી થતા ફાયદા વિશે જણાવી આ ઝુંબેશમાં સહભાગી બનવા મુખ્યા જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પાઉલ વસાવા દ્વારા અપીલ કરવામાં આવે છે. 

 #tapi  #vyara #kukarmunda #Uchchhal #Songadh #Nizar 

Post a Comment

0 Comments