Editors Choice

3/recent/post-list

વાંસદા ખાતે લોકનૃત્ય - શાસ્ત્રીય નૃત્ય 2024-25 તાલીમ શિબિર સમાપન કાર્યક્રમ યોજાયો.

 વાંસદા ખાતે લોકનૃત્ય - શાસ્ત્રીય નૃત્ય 2024-25 તાલીમ શિબિર સમાપન કાર્યક્રમ યોજાયો. 


નવસારી,તા૨૦: ગુજરાત  રાજ્ય સંગીત નાટક  અકાદમી અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી દ્વારા આયોજિત લોકનૃત્ય -શાસ્ત્રીય નૃત્ય તાલિમ શિબિરનો સમાપન  કાર્યક્રમ તાલુકા પંચાયત  વાંસદાના પ્રમુખશ્રી  દિપ્તીબેન  પટેલના અધ્યક્ષ  સ્થાને  યોજાયો  હતો.

રમતગમત, યુવા અને  સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ  હસ્તકના  ગુજરાત  રાજ્ય સંગીત નાટક  અકાદમી અને દ્વારા લોકનૃત્ય -શાસ્ત્રીય નૃત્ય તાલીમ શિબિર નવસારી જિલ્લામાં  યોજાઈ  હતી. જેમાં  પ્રાચીન અર્વાચીન  રાસ- ગરબા  અને  શાસ્ત્રીય  નૃત્યમાં  ભરતનાટ્યમ અને કથ્થક નૃત્યની  સાત  દિવસીય  વર્કશોપ નટરંગ  ડાન્સ એકેડેમી,  ગોપાલજી  મંદિર  હોલ, નવસારી  ખાતે યોજાઈ હતી તેમજ પરંપરાગત લોકનૃત્ય  તાલીમ  શિબિર શ્રી એલ.આર.કોન્ટ્રાકટર સાર્વજનિક  હાઈસ્કૂલ,  પીપલખેડ  વાંસદા  ખાતે યોજવામાં  આવી  હતી.  આ શિબિરમાં ડાંગી  નૃત્ય તેમજ  આદિવાસી  લોકનૃત્યના   અન્ય પ્રકારોની  તાલીમ આપવામાં આવી  હતી.  

 ગુજરાતની ઓળખસમા લોકનૃત્ય અને  ભાતિગળ  સંસ્કૃતિ ક્ષેત્રે રૂચિ  ધરાવતા  યુવક / યુવતીઓને  પોતાની  કારકિર્દી  ઘડવા  તેમજ સુષુપ્ત શક્તિઓને  બહાર લાવવાના  ઉદ્દેશ્યથી આયોજીત આ વર્કશોપમાં લોકનૃત્ય, રાસ-ગરબા ક્ષેત્રે  વર્ષોનો  અનુભવ  ધરવતાં  ડૉ. હેમાગભાઈ  વ્યાસ- સુરત,  શ્રી  દિવ્યાંગ પંચાલ- નવસારી,  શ્રી યજ્ઞિકાબેન પટેલ- ડોલવણ, શ્રી હેતલકુમારી  પટેલ- નાની વાલઝર સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યુ હતું.

Post a Comment

0 Comments