Editors Choice

3/recent/post-list

વાંસદા તાલુકાની ત્રણ વર્ગશાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ સહાય

   

પોસ્ટ ક્રેડિટ: સંદેશ ન્યુઝ 

 વાંસદા તાલુકાની ત્રણ વર્ગશાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ સહાય

વાંસદા-ડાંગ :અંતરિયાળ એવા વાંસદા તાલુકાની ડુંગરપાડા વર્ગ શાળા, વલ્લભ વર્ગ શાળા અને ભગરપાડા વર્ગ શાળામાં સી.આર.સી. કોઓર્ડિનેટર લીમઝરના ભરતભાઇ બી. ચૌધરીના પ્રયત્નથી ASC કંપની તરફથી બાળકોને નોટબુક, મીણિયા કલર, પેન્સિલ, માપપટ્ટી, સંચો, રબર વગેરે વિતરણ કરવામાં આવ્યા હતા. ત્રણેય શાળાના કુલ ૧૫૦ જેટલા બાળકોને કિટ વિતરણ કરવામાં આવી અને બાળકો દ્વારા કેક કાપવામાં આવી તેમજ નાસ્તો પણ કરાવવામાં આવ્યો. બાળકો અભ્યાસની કિટ મેળવી આનંદિત થયા હતાં. ત્રણે શાળાના આચાર્ય મનોજભાઈ, વૈશાલીબેન, દિનેશભાઇ, સ્ટાફમિત્રો અને SMCનાં સભ્યોએ આ ASC કંપની તરફથી બાળકોને મળેલા દાન માટે કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો.

Post a Comment

0 Comments