વડોદરા:જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે બી.એડ.ના વિદ્યાર્થીઓ માટે વિશ્વ વસ્તી શિક્ષણ અંતર્ગત સેમિનાર યોજાયો
તજજ્ઞો દ્વારા વસ્તી વૃદ્ધિ, વસ્તી વિકાસ અને સ્વાસ્થ્ય સેવાઓ જેવા વિષયો પર વક્તવ્યો રજૂ કરાયા
જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન (ડાયેટ) વડોદરાના પ્રાચાર્ય શ્રી દીપકકુમાર બવીસ્કર અને બી. એડ. કોલેજના એચ.ઓ.ડી. ડૉ. સંજય કે. શાહ દ્વારા બી.એડ.ના તાલીમાર્થીઓ માટે 'વિશ્વ વસ્તી શિક્ષણ' સંદર્ભે એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં વસતિ વૃદ્ધિ અને વિકાસ, શહેરીકરણ અને માઈગ્રેશન, વસતિ ગતિશીલતા, જાતીય સમાનતા, સ્વાસ્થ્ય અને સુખાકારી, સ્વાસ્થ્યપ્રદ જીવન શૈલી, મૂલ્યો અને નાગરિકતા તથા એકવીસમી સદીના જીવન કૌશલ્યો જેવા વિષયો પર તાલીમાર્થીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. વસ્તી શિક્ષણ સંદર્ભે તાલીમાર્થીઓ સ્કૂલ ઇન્ટર્નશિપ દરમિયાન વિદ્યાર્થીઓને પ્રવૃત્તિઓ કરાવવા માટે જાગૃતિ ઝુંબેશ/ અભિયાન - સરકારો, એનજીઓ અને સામુદાયિક સંસ્થાઓ જાગૃતિ અભિયાન ચલાવે છે, જેમાં વસ્તીના વલણો, કુટુંબ નિયોજન, પ્રજનન સ્વાસ્થ્ય અને સંબંધિત ટકાઉ વિકાસ લક્ષ્યો વિશે લોકોને શિક્ષિત કરવા પર ભાર મૂકવા માટે જણાવ્યું હતું.
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે બી.એડ.ના વિદ્યાર્થીઓ માટે વિશ્વ વસ્તી શિક્ષણ અંતર્ગત સેમિનાર યોજાયો તજજ્ઞો દ્વારા...
Posted by Info Vadodara GoG on Tuesday, July 16, 2024
0 Comments