Editors Choice

3/recent/post-list

વાંસદા : લીંગા માધ્યમિક શાળામાં ઔષધિય વિજ્ઞાન મેળામાં 30 કૃતિ રજૂ કરાઇ

વાંસદા : લીંગા માધ્યમિક શાળામાં ઔષધિય વિજ્ઞાન મેળામાં 30 કૃતિ રજૂ કરાઇ

 ક્રેડિટ : દિવ્ય ભાસ્કર ન્યૂઝ 

લાર્સન એન્ડ ટુબ્રો પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટના સહકારથી અગસ્ત્ય ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનની 25મી વર્ષગાંઠ નિમત્તે પ્રયોશા પ્રતિષ્ઠાન સંચાલિત માધ્યમિક શાળા લીંગામાં એક દિવસીય ઔષધીય વિજ્ઞાનમેળાનું આયોજન કરાયું હતું. શાળાના 60 જેટલા વિદ્યાર્થીઓએ વિજ્ઞાનની કૃતિઓ અને ઔષધીય વૃક્ષો વિશે સુંદર સમજ આપી હતી. આ વિજ્ઞાનમેળામાં 30 કૃતિઓ રજૂ કરાઈ હતી. કાર્યક્રમને ડાંગ જિલ્લા શિક્ષણાધિકારી જીજ્ઞેશભાઈ ત્રિવેદી દ્વારા ખુલ્લો મુક્યો હતો. કાર્યક્રમમાં શાળાના સંચાલકો, લીંગા કેન્દ્રનાં સીઆરસી ફિલીપભાઈ પવાર અને ગામની અન્ય શાળાના શિક્ષકો અને બાળકો હાજર રહ્યા હતા. પ્રાથમિક શાળા લીંગા, આશ્રમ શાળા લીંગા અને માધ્યમિક શાળા લીંગાના 550 વિદ્યર્થીઓએ વિજ્ઞાન મેળાની મુલાકાત લઈ વિજ્ઞાનની કૃતિઓ નિહાળી હતી.

Post a Comment

0 Comments