Editors Choice

3/recent/post-list

ગીર સોમનાથ: સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ અંતર્ગત 1736 મંડળીઓમાં ‘બેંક-મિત્ર’ બનાવવામાં આવ્યા

  ગીર સોમનાથ: સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ અંતર્ગત 1736 મંડળીઓમાં ‘બેંક-મિત્ર’ બનાવવામાં આવ્યા


ભારતમાં સહકારી ચળવળમાં અગ્રેસર ગુજરાત રાજ્ય સહકારક્ષેત્રમાં ફાયનાન્સિઅલ ટૅકનોલોજીના ઉપયોગમાં પણ પથ કંડારી રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટી અને કેન્દ્રીય સહકારીતામંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન તેમ જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શરુ થયેલી  પહેલ - ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ અંતર્ગત 1736 મંડળીઓમાં ‘બેંક-મિત્ર’ બનાવવામાં આવ્યા છે. આ ‘બેંક-મિત્ર’ને માઈક્રો એટીએમ પૂરા પાડવામાં આવ્યા છે.  આ ‘બેંક-મિત્ર’ને ડિજિટલ ટ્રાન્ઝેક્શનની તાલીમ પણ આપવામાં આવી છે.  

આ ઉપરાંત દૂધ સંઘો સાથે સંલગ્ન 1048 દૂધ મંડળીઓના બેંક એકાઉન્ટને જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો સાથે ઈન્ટીગ્રેટ એટલે કે એકીકૃત કરવામાં આવ્યા છે. જેના પગલે વધારાનું ભંડોળ નવા બેંક ખાતાઓમાં ટ્રાન્સફર થયું છે. પ્રાયોગિક ધોરણે બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાની સહકારી બેંકોમાં 4.7 લાખથી વધુ નવા બચત ખાતા ખોલવામાં આવ્યા છે, જેથી બેંકોની હાલની થાપણોમાં ₹966 કરોડની વૃદ્ધિ થઈ છે. 


આ પહેલ હેઠળ સહકારી સંસ્થાઓ અને સક્રિય સભ્યોને કુલ 3.32 લાખ RuPay ડેબિટ કાર્ડ પણ જારી કરવામાં આવ્યા છે.   


o ગુજરાતના સહકાર વિભાગની અનોખી પહેલ -  ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’

o સહકારી મંડળીઓના બેંક ખાતા,થાપણો જિલ્લા-રાજ્ય સહકારી બેંકો હેઠળ કેન્દ્રીયકૃત 

o બનાસકાંઠા,પંચમહાલની જિલ્લામાં સફળતાપૂર્વક અમલ

o બંને જિલ્લામાં સહકારી મંડળીઓ દ્વારા 4 લાખથી વધુ નવા ખાતા ખોલાયા

o પરિણામે સહકારી બેંકોની થાપણોમાં ₹966 કરોડની વૃદ્ધિ .

o 1736 મંડળીઓમાં બેંક મિત્ર બનાવાયા

o બેંકમિત્રને અપાયા Micro ATM 

o સહકારી સંસ્થાઓ,સક્રિય સભ્યોને 3.32 લાખ RuPay ડેબિટ કાર્ડ અપાયા

ભારતમાં સહકારી ચળવળમાં અગ્રેસર ગુજરાત રાજ્ય સહકારક્ષેત્રમાં ફાયનાન્સિઅલ ટૅકનોલોજીના ઉપયોગમાં પણ પથ કંડારી રહ્યું છે....

Posted by Info Girsomnath GoG on Tuesday, July 16, 2024

Post a Comment

0 Comments