Editors Choice

3/recent/post-list

Nizar,Tapi : તાપી જિલ્લાની નિઝર તાલુકાની ૫૧ પ્રા.શાળામાંવિદ્યાર્થીઓની સલામતી માટે ફાયર સાધનોની ચકાસણી

 Nizar,Tapi : તાપી જિલ્લાની નિઝર તાલુકાની ૫૧ પ્રા.શાળામાંવિદ્યાર્થીઓની સલામતી માટે ફાયર સાધનોની ચકાસણી 

નિઝર તાલુકાની ૫૧ પ્રાથમિક શાળાઓમાં ફાયર સેફટી ચકાસણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

નિઝર તાલુકામાં તા.૧૬-૬-૨૪ ના રોજ જિલ્લાકક્ષાએથી ફાયર સેફટીની સુવિધા અંતર્ગત શાળાઓમાં તાલુકાકક્ષાએ કલસ્ટર મુજબ કુલ પાંચ ટીમો બનાવી ફાયર સેફટીની સુવિધાની ઉપલબ્ધતાની ચકાસણી તાલુકાની તમામ શાળાઓમાં કરવામાં આવી હતી. જેમાં શાળા કક્ષાએ બનતા આકસ્મિક બનાવો નિવારવા માટે જરૂરી સાધનો અને સુવિધાઓ જેવી કે ફાયર ઈ સ્ટિંગ્યુસરના બોટલ, સીઓ-૨ તથા એબીસી, સુરક્ષિત વીજવાયરીંગ તથા નવ મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી શાળાઓમાં દરેક માળે ૧૦૦૦ ચો. મીટર વિસ્તાર પ્રમાએ ૧-૩ હોમ-રીલ હોમ એસેમ્બલી, ૧૦૦૦ લીટરની પાણીની ટાંકી, ૪૫૦ એલપીએ કેપેસીટીનો ઇલેકટ્રીક ફાયર પમ્પ વિગેરે સુવિધાઓ તેમજ ફાયર એનઓસી મેળવી છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સલામતીને પ્રાાથમિકતા આપી તાત્કાલિક તમામ શાળાઓમાં ફાયર સેફટીના સાધનોની ચકાસણી અને ખરાઈ કરવામાં આવી હતી. મોકડ્રીલ દ્વારા બાળકોને સલામતી બાબતે સમજૂતી આપવામાં આવતી હતી.

Post a Comment

0 Comments