Khergam (Toranvera) :;તોરણવેરા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને શાળાનાં નવા મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.
તારીખ 27-06-2024નાં દિને પ્રાથમિક શાળા તોરણવેરા ખાતે કન્યા કેળવણી શાળા પ્રવેશ મહોત્સવ, શાળાના નવા મકાનનુ અને નંદઘર (આંગણવાડી)નુ લોકાર્પણ નિમિત્તે માન.પુ.કે.મંત્રી ધારાસભ્યશ્રી નરેશભાઇ તથા નવસારી જિલ્લા ચીખલીના DY SP ભગીરથસિંહ ગોહિલ સાહેબના અધ્યક્ષતા હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો.શાળા પ્રવેશોત્સવ નિમિત્તે ખાસ દાતા શ્રી જનતા કેળવણી મંડળ ખેરગામનાં પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલ સાહેબશ્રીના હસ્તે બાળવાટિકાનાં તમામ બાળકોને તથા તમામ ધોરણના પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ જેમને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા
આ પ્રસંગે ખેરગામ તાલુકાનાં અગ્રણીઓ ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, તોરણવેરા ગામના સરપંચ શ્રી સુનીલભાઈ દભાડીયા, ચુનીભાઈ પટેલ, જનતા કેળવણી મંડળનાં પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલ,પ્રશાંતભાઇ પટેલ, વાડ ગામના અગ્રણી ચેતનભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, ખેરગામ BRC, શાળાના શિક્ષકો, સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
0 Comments