Editors Choice

3/recent/post-list

Dang: ડાંગ જિલ્લાની નિવૃત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને બાકી રહેલ ગ્રેજ્યુઈટીની રકમ ફાળવવામાં આવી.

 Dang: ડાંગ જિલ્લાની નિવૃત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને બાકી રહેલ ગ્રેજ્યુઈટીની રકમ ફાળવવામાં આવી.

ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ નિર્મળાબેન ગાઈન અને નાયબ મુખ્ય દંડક તથા ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલની રજુઆતના ફળ સ્વરૂપે ડાંગ જિલ્લાની નિવૃત  આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને બાકી રહેલ રૂ. ૧,૬૮,૨૨૦૦૦/- (એક કરોડ અડસઠ લાખ બાવીસ હજાર) ગ્રેજ્યુઈટીની ગ્રાન્ટ આઈ.સી.ડી.એસ. વિભાગ, ગાંધીનગર દ્વારા ડાંગ જિલ્લાને ફાળવવામા આવી.

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૨૦: ડાંગ જિલ્લાના નિવૃત થયેલ ૫૦ જેટલી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને, જરૂરી ડોક્યુમેન્ટસના અભાવે મળવાપાત્ર ગ્રેજ્યુઈટીના રકમ ન મળતા, તેમણે જિલ્લા પંચાયત પ્રમુખને રજુઆત કરી હતી.

પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન એસ. ગાઈન દ્વારા બહેનોની આ રજુઆત સાંભળી તાત્કાલિક આઈ.સી.ડી.એસ. શાખાના અધિકારી અને સ્ટાફને બેસાડી, આ પ્રશ્નનો ખુબ ઝડપથી હલ લાવવાના આદેશ આપી આહવા, વઘઈ, અને સુબીર તાલુકા પ્રમાણે બહેનોના ગૃપ બનાવી, જે બહેનો પાસે જુના ડોક્યુમેન્ટ હોય જેવા કે નિમણુંક પત્ર, નિવૃત્તિ પત્ર, કોઈ સરકારી તાલીમ મેળવી હોય તો તેનુ પ્રમાણપત્ર, આવા ડોક્યુમેન્ટ્સના આધારે વેરીફીકેશન કરી, તેઓને ગ્રેજ્યુઈટીની રકમ ચુકવવાનું જણાવવામાં આવ્યું હતું.

 ઉપરાંત જેઓની પાસે આવા કોઈ ડોક્યુમેન્ટ્સ ના હોય, તેઓનુ કોઈ તાલીમનું પ્રમાણપત્ર અથવા તેઓને ચુકવાયેલ પગાર કે રજીસ્ટરમા નોંધ, કે જુનો કચેરી રેકર્ડ તપાસી, વહેલી તકે ગ્રેજ્યુઈટીની રકમ ચુકવવા સૂચના આપી હતી.

ડાંગ જિલ્લામાં કુલ ત્રણ ઘટકો આહવા, વઘઈ, અને સુબીર હેઠળ કુલ ૪૪૧ આંગણવાડીઓ કાર્યરત છે. નિવૃત આંગણવાડી કાર્યકર/તેડાગરને ગ્રેજ્યુઈટી ચુકવણા કરવા જિલ્લાને રૂ. ૪૨,૦૧,૦૦૦/- ની ગ્રાન્ટ મળેલ હતી. જે પૈકી રૂ. ૨૮,૭૧,૩૧૮/- નો ખર્ચ થયેલ હતો. પરંતુ બાકી રહેલ નિવૃત કાર્યકર/તેડાગર બહેનો દ્વારા ડીસેમ્બર-૨૦૨૩ માં પ્રમુખશ્રી, ડાંગ જિલ્લા પંચાયતને રજુઆત કરતા, પ્રમુખશ્રી દ્વારા તાત્કાલિક ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ, નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલને લેખીત અને મૌખિક રજુઆત કરી, ડાંગ જિલ્લાની આ બહેનોનો પ્રશ્ન મુખ્યમંત્રી સુધી પહોંચાડવામાં આવ્યો હતો.

મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, સાપુતારા ખાતે એક કાર્યક્રમમાં આવ્યા હતા ત્યારે પણ, પ્રમુખશ્રી દ્વારા ડાંગ જિલ્લાના આ બહેનોનો પ્રશ્નો તેઓ સમક્ષ રજુ કર્યો હતો.

આમ, નાયબ મુખ્ય દંડકશ્રી અને પ્રમુખશ્રીના ઝડપી પ્રયાસથી, આઈ.સી.ડી.એસ., મહિલા અને બાળ વિકાસની કચેરી-ગાંધીનગર દ્વારા ડાંગ જિલ્લાની બાકી રહેતી ગ્રેજ્યુઈટીની કુલ રકમ રૂ. ૧,૬૮,૨૨૦૦૦/- (એક કરોડ અડસઠ લાખ બાવીસ હજાર) ની ગ્રાન્ટ માર્ચ-૨૦૨૪ માં ફાળવી આપી છે.  

આહવા તાલુકાની ૬, સુબીર તાલુકાની ૧૫, વઘઈ તાલુકાની ૧૪, આમ જિલ્લાની કુલ-૩૫ બહેનો કે જેઓના ડોક્યુમેન્ટ ક્લીયર હતા, તેઓને ગ્રેજ્યુઈટીની રકમનુ ચુકવણુ પણ કરવામાં આવેલ છે. પરંતુ ૧૯૮૦ થી ૧૯૯૦ ના દાયકામા નિવૃત થયેલા બહેનો પાસે નિમણુંક કે નિવૃતિ આદેશ કે અન્ય ડોક્યુમેન્ટ ન હોવાના કારણે, તેઓને ગ્રેજ્યુઈટીની રકમ ચુકવણામાં વિલંબ થતો હોય, તેઓએ પ્રમુખશ્રી, ડાંગ જિલ્લા પંચાયતને રજુઆત કરતા, શ્રીમતી નિર્મળાબેન ગાઈન, આઈ.સી.ડી.એસ. અધ્યક્ષ શ્રીમતી સારુબેન વળવી દ્વારા અધિકારી અને સ્ટાફની તાત્કાલિક મીટીંગ બોલાવી, હાજર રહેલી પ૦ જેટલી બહેનો તથા બાકી રહેલ અન્ય બહેનોના પ્રમાણપત્ર, ચુકવાયેલ પગાર કે કેચેરી રેકર્ડ જેવી જુની વિગતો મેળવીને વહેલી તકે ગ્રેજ્યુઈટીની રકમ ચુકવવામાં આવે તેવી કાર્યવાહી કરવા આદેશ અને સૂચના આપવામા આવી હતી.

તદ્ઉપરાંત આ બાબતે વડી કચેરી, ગાંધીનગર કક્ષાએ કોઈ પ્રશ્નનો હલ કરવાના હોય તો તે પણ ધ્યાને મુકવા જણાવવામાં આવ્યું હતું.

આમ, રજુઆત લઈને આવેલ તમામ બહેનોએ ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખશ્રીની ઝડપી કામગીરી અને ગૂંચવાયેલા પ્રશ્ન જલ્દીથી હલ થાય, અને તમામ બહેનોને લાભ થાય તે માટેનો હકારાત્મક અભિગમ જોતા સૌએ પ્રમુખશ્રી અને અધ્યક્ષશ્રી આઈ.સી.ડી.એસ.નો આભાર વ્યક્ત કર્યો છે.

-

ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ નિર્મળાબેન ગાઈન અને નાયબ મુખ્ય દંડક તથા ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલની રજુઆતના ફળ...

Posted by Info Dang GoG on Thursday, June 20, 2024

Post a Comment

0 Comments