Khergam (vad):ખેરગામ તાલુકાની વાડ મુખ્ય શાળામાં વિશ્વ જળ દિવસની ઉજવણી કરાઇ.
ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં તારીખ ૨૨/૦૩/૨૦૨૪ ને શુક્રવારના રોજ વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના ઉપશિક્ષિકા શ્રીમતી કીર્તિદા જે. પટેલ એ વિશ્વ જળ દિવસનો મહિમા તેમજ પાણીની ઉપયોગીતા અંગે માહિતી આપી આપી હતી આ ઉપરાંત વિશ્વ જલ દિવસ અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ ૬ થી ૮ ના બાળકોએ ભાગ લીધો હતો જેમાં બાળકોએ જળનું મહત્વ દર્શાવતા ચિત્રો દોર્યા હતા.
0 Comments