Editors Choice

3/recent/post-list

Dang : ડાંગના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર શ્રી વોલ્ટરભાઇ જ્યુલીયસભાઇ મિસ્ત્રીને 'DGP’s Commendation Disc-2022’ એવોર્ડ એનાયત કરાયો.

                       

Dang : ડાંગના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર શ્રી વોલ્ટરભાઇ જ્યુલીયસભાઇ મિસ્ત્રીને 'DGP’s Commendation Disc-2022’ એવોર્ડ એનાયત કરાયો.

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૯: પોલીસ વિભાગમાં પ્રશંસનીય કામગીરી કરવા બદલ પોલીસકર્મીને સન્માનીત કરવા માટે ગુજરાત પોલીસ અકાદમી-કરાઇ, ગાંધીનગર ખાતે યોજાયેલા પ્રશંસનીય સેવા અંગેના “DGP’s Commendation Disc-2022’’  કાર્યક્રમ અંતર્ગત, ડાંગ જિલ્લાનાં પોલીસ કર્મચારીને “સિલ્વર ડીસ્ક’’ એવોર્ડ એનાયત કરાયો છે.

ડાંગ જિલ્લામાં સને ૨૦૨૨ ના વર્ષમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર શ્રી વોલ્ટરભાઇ જયુલીયસભાઇ મિસ્ત્રી (બકલ નંબર : 68)ને રાજયના  પોલીસ વડા શ્રી વિકાસ સહાય દ્વારા “સિલ્વર ડીસ્ક’’ તેમજ ’’પ્રશંસાપત્ર’’ એનાયત કરી સન્માનિત કરાયા હતા.

પોલીસ વિભાગની સારી કામગીરી બદલ મળેલ સન્માનથી ડાંગના પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયા, તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.જી.પાટીલ તેમજ પોલીસ પરિવાર વતી આ પોલીસકર્મીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

Post a Comment

0 Comments