Editors Choice

3/recent/post-list

Dang : સાપુતારા ખાતે GAS ડૉ. ચિંતન વૈષ્ણવ સાહેબની અધ્યક્ષતામાં ફોટોગ્રાફરોનાં મંડળની રચના કરાઈ.

         

Dang : સાપુતારા ખાતે GAS ડૉ. ચિંતન વૈષ્ણવ સાહેબની અધ્યક્ષતામાં ફોટોગ્રાફરોનાં મંડળની રચના કરાઈ.

સાપુતારા ખાતે અલગ અલગ પોઇન્ટસ્ પર ફોટોગ્રાફરો પ્રવાસીઓના ફોટો પાડી તેની પ્રિન્ટ કાઢી આપતા નજરે પડે છે... હાલમાં લગભગ 60+ ફોટોગ્રાફરો સાપુતારા ખાતે ફોટોગ્રાફીના વ્યવસાયમાં જોડાયેલા છે ત્યારે વારંવાર ઝઘડાઓ થવાના પ્રસંગો બનવા પામતા હોય આજરોજ ફોટોગ્રાફી કરતા તમામ ફોટોગ્રાફરોનું એક મંડળ બનાવવામાં આવ્યું. સભ્ય ફી તથા પ્રવાસીઓ પાસેથી લેવાના થતા ચાર્જ નિયત કરી અલગ અલગ પોઇન્ટસ્ પર ચિઠ્ઠી ઉપાડી તેમની ફાળવણી કરવામાં આવી. 

મોટાભાગના ફોટોગ્રાફરો બિહાર રાજ્યમાંથી અહીં વ્યવસાય અર્થે વસેલા છે. તેમના પર કોઈ ગુનાઓ નોંધાયેલા નથી એ પ્રકારનું પોલીસ NOC લેવામાં આવ્યું. નોટરાઈઝડ એફિડેવિટ લેવામાં આવ્યું. તથા મંડળનું સંચાલન લોકલ બે આગેવાનો ને સોંપવામાં આવ્યું. 

સ્રોત : Gas Dr. Chintan Vaishnav fans 

Post a Comment

0 Comments