Editors Choice

3/recent/post-list

ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અઢી વર્ષ માટે રાજેશભાઈ પટેલની વરણી કરવામાં આવી.

                               

તારીખ :૧૪-૦૯-૨૦૨૩નાં દિને ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અઢી વર્ષ માટે રાજેશભાઈ પટેલની વરણી કરવામાં આવી.

ખેરગામ તાલુકા  પંચાયતના પ્રમુખશ્રી રક્ષાબેન પટેલના અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં  ખેરગામ તાલુકા પંચાયત હોલ ખાતે ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી વિમલભાઈ પટેલની હાજરીમાં બીજા અઢી વર્ષ માટે બહેજ ગામના રાજેશભાઈ પટેલની  પ્રમુખ પદ માટે, ઉપપ્રમુખ પદ માટે ખેરગામ બજારના લીનાબેન અમદાવાદીની  અને કારોબારી અધ્યક્ષ પદ માટે સુનિલભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. ખેરગામ તાલુકા પંચાયતથી રૂપાભવાની મંદિર સુધી ડીજે સાથે ખુલ્લી જીપમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું.  જેમાં જિલ્લા અને તાલુકાના ભાજપ પક્ષના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ખેરગામ તાલુકાના તમામ હિતેચ્છુઓ નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા. 



Post a Comment

0 Comments